વિદ્યાર્થી આશ્રમ નુ એક સ્વપ્ન

સન ૨૦૧૩ ના વર્ષ મા શ્રી નવયુગ પ્રજપતિ સાસ્ક્રુતિ ભવન(વાડિ) મા મરિ પ્રમુખ શ્રી તરિકે નિમણુક થઈ હતી અને મંત્રીશ્રી તરિકે ધિરેનભાઈ મિસ્ત્રી ની નિમણુક થઈ હતી.આશ્રમ બનાવવા વિચાર નિ ચર્ચા કરવામા આવિ કે વાડિની બજુમા ખુલ્લી જ્ગ્યા છે. તેમા આપણે આશ્રમ બનાવીએ તો ચાલસે કે કેમ? હાલ આપણી વાડીની રૂમમા ૧૫ વિદ્યાર્થીઓ રહે છે.

બારડોલી એક શૈષ્ણીક હ્બ બન્યુ છે. અને આપણા સમાજ ના બાળકો આશ્રમ મા રહિને ભણે અને આગળ વધે એવા વિચાર સાથે જનરલ મિટિગં મા આશ્રમ ના ફોટા નુ શ્રી દિનેશ ચંદ્ર કુંવરજી મિસ્ત્રી તથા બાલુભાઈ પરસોતમભાઈ પ્રજાપતિ ના વરદ હસ્તે વિમોચન કરવામા આવ્યુ હતુ. વાર્ષિક સાધરણ સભા મા નાની મોટી દાનની જાહેરત કરવામા આવી હતી.

ત્યારબાદ આશ્રમ બનાવવના તમામ પેપર શ્રી ધિરેનભઈ એ કામ પુર્ણ કરીને અમેરિકા મા સ્થાયી થયા છે. જેમનો ફાળો ઘણૉ મહત્વનો છે. જુન ૨૦૧૪ મા બાંધકામની શરૂઆત થઇ હતી. અને જુન ૨૦૧૫ મા બાંધકામની શરૂઆત થઇ હતી અને જુન ૨૦૧૫ મા કામ પુર્ણ કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપી દીધો છે.

વિદ્યાર્થી આશ્રમમા કુલ ૨૧ રૂમો છે. જેમા ૭ રૂમો N.R.I માટે બનાવ્યા છે. જે વિદેશથી થોડા સમય માટે આવ્યા હોય તેમને સંપુર્ણ સુવિધા સાથે રૂમો તૈયાર મળી છે.

શ્રી નવયુગ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ બનાવવા માટે શ્રી વિજયદેવ રતનજી ફાઉન્ડેશનમાથી રૂ. ૫૦ લાખ આપ્યા છે. તેમના પુત્ર શ્રી હરેશભાઇ તથા દયાનંદભાઇ તથા હર્ષદભાઇનો આભાર માનુ છુ. તથા નવસારી આશ્રમના પ્રમુખશ્રી બાલુભાઇ (બાલુબાપા) શ્રી દિનેશભાઇ તથા પરેશભાઇ વગેરેનો પણ આભાર માનુ છુ.

શ્રી બાલુભાઇ ગોપાળભાઇ પટેલ સેગવા હાલ યુ.એસ.એ નો આભાર માનીયે છીયે જે પ્રજાપતિ સમાજને બીનશરતી દાન આપ્યુ છે. જેમા ધનસુખભાઇ ભીખાભાઇ ગામ સેગવાનો આભાર માનુ છુ. જેમના પ્રયત્નથી આપણને દાન મળેલ છે. જેમા કતારગામના અરવિંદનો સહયોગ મળેલો છે.તેમનો આભાર માનુ છુ.

શ્રી દિપકભાઇ ઠાકોરભાઇ મિસ્ત્રીના પરિવાર તરફથી પણ કુલ ૧૨ લાખ ઉપર દાન મળેલ છે. જેમનો પણ આભાર માનીયે છીયે.

  • શ્રી મગનભાઇ વનમાળીભાઇ લાડ કડોદ હાલ યુ.કે તરફથી તરફથી પણ એક રૂમ માટે ૩.૫૧ લાખનુ દાન મળેલુ છે.
  • શ્રી ગોપાળભાઇ , શ્રી જગુભાઇ , શ્રી જયંતિભાઇ તથા શ્રી ઠાકોરભાઇ ચાપાનેરીયા પરિવાર તરફથી પણ ૩.૫૧ લાખનુ દાન મળ્યુ છે.
  • શ્રી નિશ્ચ્લાનંદ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સ્વ ભગુ પ્રભુ શ્રી છોટુ પ્રભુ એક રૂમ માટે દાન મળેલુ છે. જે પ્રમોદભાઇના સહકારથી પ્રાપ્ત થયુ .
  • સ્વ શ્રી રણછોડભાઇ કેશવભાઇ મિસ્ત્રી મુ. નવસારીના હાલ યુ.કે તથા કેનેડાના સ્વ અમ્રુતભાઇ ઝીણાભાઇ લાડ મુળ વેસ્મા હાલ કેનેડાના પરિવાર તરફથી રૂ. ૩.૫૧ લાખ એક રૂમનુ દાન મળેલુ છે. જે સર્વનો આભાર વ્યક્ત કરીયે છિયે.

જેમણે સતત સાથ સહકાર આપ્યો છે એવા દિનેશચંદ કુવરજીભાઇ મિસ્ત્રી તથા ટ્રસ્ટિમંડળનો આભાર વ્યક્ત કરીયે છિયે. આ રિતે સર્વના સાથ સહકારથી આશ્રમનુ નિર્માણ કાર્ય એક વર્ષમા પુર્ણ કરેલુ છે.