હેતુ

જાતિના લોકો વચ્ચે સંસ્કૃતિ જાળવી રાખવા, નિઃસ્વાર્થ સેવાઓ આપવા આ સંસ્થા પ્રોત્સાહન પુરુ પાડે છે.

દ્રષ્ટિ

સર્વજન સુખાયા, સર્વજન હિતાયા. સુખ અને કલ્યાણ માટે..

પ્રજાપતિ સમુદાય એ અન્ય સમુદાયના જાતિ, સંપ્રદાય અને ધર્મ માટે નિઃસ્વાર્થ ભાવે સેવાઓ પૂરી પાડે છે.

ઉદ્દેશ

  • જાતિના લોકો વચ્ચે એકતા, અખંડિતતા સહકાર અને ભાઈચારો રહે તે માટે બેઠકો ગોઠવવામા આવે છે કે જેથી તેઓ વધુ અને વધુ લોકોને સામાજિક સેવાઓ પૂરી પાડે.
  • સ્ત્રીઓની સામાજિક ઉન્નતિ માટે કામ કરે છે.
  • સામાજિક દુષ્ટ અને અંધશ્રદ્ધા દૂર કરવામા આવે છે.
  • સમાજમાં શિક્ષણના વિકાસ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સક્રિય મદદ મળે તે માટે જરૂરી ઍવી પ્રવૃત્તિઓ કરવામા આવે છે.
  • કુદરતી અને માનવસર્જિત આફતોના ભોગ બનેલા લોકોની મદદ કરવામા આવે છે.
  • સમાજના નબળા વિભાગના લોકોને કટોકટીના સમયમાં આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડે છે અને માર્ગદર્શન આપવામા આવે છે.
  • સમાજના આર્થિક વિકાસ માટે કામ કરે છે.
  • ઉપરોક્ત હેતુઓ કોઇપણ જાતિ, સંપ્રદાય, ધર્મ અને કોઇપણ જાતિના ભેદભાવ વગર સેવઓ પુરી પાડે છે.