શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ બારડોલી સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તમારું ધ્યાન દોરવા માંગીઍ છીઍ.

અમે આ 5 શાખાઓ સાથે મળીને સમુદાય ના કલ્યાણ, ઉત્કર્ષ અને પ્રગતિ માટે કામ કરી રહ્યા છીઍ.

તેમાના અમુક પ્રોજેક્ટ...

  • શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ – બારડોલી
  • શ્રી સુરત જીલ્લા પ્રજાપતિ સમાજ
  • શ્રી પ્રજાપતિ મહિલા મંડળ
  • શ્રી પ્રજાપતિ સમાજ સુરત જીલ્લા યુવા સંધ

આજે , ખરેખર અમારા સમગ્ર સમુદાયનુ ચિત્ર બદલાઈ રહ્યુ છે. અમે અમારી બધી શાખાઓમા પ્રગતિ કરી રહ્યા છીયે. પ્રજાપતિ વાડી એ અમારી પ્રવૃતિઓનુ કેન્દ્ર છે.

તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને મફત નોટબુક આપવામા આવી છે.અમે વિધવા અને વિધુરને પણ મદદ કરીયે છીયે.હૃદયની મુશ્કેલી, કેન્સર, ટીબી જેવા ગંભીર રોગોથી પીડાતા લોકોને સેવઓ પુરી પાડે છે.

અમે પણ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મદદ કરવા માંગીયે છીયે , પણ કઈ રીતે અમારા માટે શક્ય છે.આ બધી કલ્યાણ પ્રવૃત્તિઓ તમારા દાન વગર શક્ય જ નથી.આજે પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમએ વિચારેલ સપના સાચા બન્યા છે. એમા ૩ માળ અને ૨૧ રૂમનુ ભવ્ય મકાન છે. હવે અમારા સામુદાયિક વિદ્યાર્થીઓને ચોક્કસ રહેવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રવેશ મળે છે.

તમારા જરૂરિયાતમંદ ભાઈ-બહેનોને દાન આપી મદદ કરવા માટે હૃદયથી વિનંતી કરીયે છીયે.

ચાલો હવે, અમે અમારી સૌથી મહત્વપૂર્ણ ત્રણ પ્રકારના ભંડોળ વિશે તમને જાણ કરીએ.

અમારુ ભંડોળ :

શિક્ષણ ભંડોળ :

70% થી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે જેથી તેમના પુત્રો અને પુત્રીઓ કોલેજમાં અભ્યાસ નથી કરી શક્તા.આ પ્રકારના વિદ્યાર્થીઓને ભંડોળ પુરુ પાડી તેમનું ભવિષ્ય ઉજ્જળ બનાવાય છે.

વિધવા, વિધુર અને વિકલાંગ વ્યક્તિની મદદ માટેનું ભંડોળ:

અમે ઘઉં , જવાર, ચોખા, તુવેર દાળ, મગ દાળ, અને તેલ જેવા અનાજના ખાસ પેકેટ આપે છે. આ પેકેટ ની કિમત રૂપિયા ૩૦૦૦ અને આનાથી વધુ પણ આંકવામાં આવે છે. વેસ્ટ ઇન્ડિઝના પ્રવિણાબેન દીપકભાઇ મિસ્ત્રી ના તરફથી કિટ્સ સાથે રૂપિયા ૧૦૦૦ કેશ આપવામાં આવ્યા છે

તબીબી ભંડોળ:

આ આપણા સમાજની સૌથી મહત્વપૂર્ણ પ્રવુતિ માની એક છે.ઘણા લોકો હૃદય રોગ, કેન્સર, ટીબી જેવી ગંભીર બીમારીથી પીડાતા હોય છે.ગરીબીના કારણે તેઓ સારવાર મેળવી શક્તા નથી અને અંતે પોતનો જીવ ગુમાવે છે.જેથી હૃદયથી તેમની વિષે વિચારો અને દાન આપો.

અરજી

તમારુ બારડોલીમા હૃદયથી આમંત્રણ છે.આવો અને અમારી પ્રજાપતિ વાડી અને વિદ્યાર્થી આશ્રમ ની મુલાકાત લો. "શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ બારડોલી" ના નામ પર ચેક અથવા ડ્રાફ્ટ દ્વારા તમે તમારુ તમારું દાન મોકલી શકો.