પ્રજાપતિ સાંસ્કૃતિક ભવન


બારડોલી એ એક ઐતિહાસિક સ્થળ છે . બારડોલી એ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મ-ભૂમિ છે. બારડોલી સહકારી અને સામાજિક પ્રવૃત્ત્તિઓ માટે ઓળખાય છે.

બારડોલીમા આજુબાજુ ગામેથી આવેલા આપણા સમાજના લોકોએ ભેગા મળીને શ્રી નવયુગ પ્રજાપતિ સમાજની રચના કરી હતી. જેમા “ શ્રી નવયુગ પ્રજાપતિ સાંસ્ક્રુતિક ભવન “ બનાવવાનુ નક્કિ કરવામા આવ્યુ હતુ. શ્રી નારણભાઇ ઠાકોરભાઇ લાડની પ્રમુખ તરીકે વરણી કરવામા આવી હતી.જે ૨૩ વર્ષ સુધી સમાજમા સેવા આપી હતી .

૧૯૯૦ મા પરસોત્ત્મભાઇ લાલાભાઇ પ્રજાપતિ એ ભવનનુ ખાર્તમુહત કર્યુ હ્તુ. અને શ્રી કાનજીભાઇ જગાભાઇ મિસ્ત્રી મુળ વડોલીના હતા તેમણે સુરત જીલ્લા નાયરોબી ટ્રસ્ટમાથી રૂ. ૧૨ લાખ જેટલુ માતબર દાન આપ્યુ હતુ તથા ગામડેથી ફરીને શ્રી નારણભાઈ, શ્રી શંકરભાઈ, શ્રી મનહરભાઇ , શ્રી દિનેશભાઇ તથા છનાદાદા તથા શ્રી ડાહ્યાભાઈ, શ્રી વલ્લભભાઈ, તથા અન્ય આગેવાનો ભેગા મળીને સાંસ્ક્રુતિક ભવનનુ નિર્માણ કર્યુ હતુ .શ્રી ગોપાળભાઇ જીવનભાઈ મિસ્ત્રી એ બાંધકામ સમિતિના પ્રમુખ હેઠળ આ ભવનનુ નિર્માણ થયુ હતુ.

આજે શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ સાંસ્ક્રુતિક ભવનના ૨૫ વર્ષ પુર્ણ થયા છે. તેના સહભાગી તમામનો આભાર વ્યક્ત કરુ છુ.જેમણે તન ,મનથી સમાજ માટે એક પ્લેટફોર્મ પુરુ પાડ્યુ છે.

આજે સાંસ્ક્રુતિક ભવનમા સમાજની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. જેમા પરિચયમેળો, સમૂહલગ્ન , સાંસ્ક્રુતિક કાર્યક્રમ સમાજના સામાજીક પ્રશ્નનુ નિવારણ તથા બીજી અનેક પ્રવૃત્તિઓ શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ કરે છે .

જેમના પર આપણને ‘નાઝ’ છે. એવા શ્રી નારણભાઇનો તથા તેમના તમામ ટ્રસ્ટિ મંડળનો આભાર વ્યક્ત કરીયે છીયે. અને આજીવન સભ્યશ્રીઓ તથા મુંબઇ , અમદાવાદ ,વડોદરા તથા વિદેશથી દાન આપ્યુ અને અપાવ્યુ તેમનો આભાર વ્યક્ત કરુ છુ.

જેમણે બાંધકામ કર્યુ એવા શ્રી ચંદ્રકાંતભાઇ તથા મનોજભાઇ તથા કડોદના ચંદ્રકાંત બાબુભાઇ પ્રજાપતિ જે પ્લાન અસિસટ્મેન્ટ તથા બાંધકામ પુર્ણ કરી આપ્યુ એ તમામનો આભાર વ્યક્ત કરુ છુ.