અમારા વિશે

બારડોલી એ એક ઐતિહાસિક સ્થળ છે જે મીંઢોળા નદીની નજીક આવેલું છે.બારડોલી એ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મ-ભૂમિ છે. બારડોલીના લોકો, બહાદુર,હિંમતવાન અને ઉદાર છે. બારડોલી સહકારી અને સામાજિક પ્રવૃત્ત્તિઓ માટે ઓળખાય છે. અમે અમારી અત્યત કઠિન પરિસ્થિતિમા કાર્ય સમાપ્ત કર્યું હતુ. શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ આ ભાવના સાથે સ્થાપિત કરવામાં આવી હતી.

પ્રજાપતિ બારડોલી સમુદાય અને આસપાસના વિસ્તારના લોકો ભેગા મળીને શૈક્ષણિક અને સામાજિક સમુદાયના સ્તરને ઉંચુ લાવવા માટે એક સંસ્થાનુ સ્થાપન કરવામા આવ્યું છે.

વર્ષ ૧૯૮૯ માં, પ્રજાપતિ સમાજના લગ્ન સમારોહ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે વાડી બાંધવામાં આવી. આ વાડીમા થોડા દિવસની ભારતની મુલાકાતે આવેલા સમાજના વિદેશના લોકો માટે એક આરામદાયક રહેઠાણની સુવિધા પૂરી પાડે છે.

ત્યારબાદ,૧૮ મી ફેબ્રુ ૧૯૯૦ ના રોજ જે.એમ પટેલ હાઇસ્કુલના સ્વામી મુક્તાનન્દાના ઓરડામા એક બેઠક રાખવામાં આવી હતી અને નવી "શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ, બારડોલી"ની સ્થાપના કરવામા આવી હતી.આપણી આ સંસ્થાની નોંધણી એક જાહેર સંસ્થા તરીકે કરવામા આવી છે અને એની નોંધણીનો ક્ર્માંક એ/૨૩૮૮/સુરત છે.

૨૪ મી એપ્રિલ, ૧૯૯૧ ના રોજ, વાર્ષિક તપાસ બેઠક દરમિયાન, સંસ્થાએ જમીન ખરીદી માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આશીર્વાદ સાથે વાડીનુ બાંધકામ એક ૪૮૨૩.૭૫ ચો.ફૂટના એક પ્લોટ પર ૧૨ મી ડિસેમ્બર, ૧૯૯૩ ના રોજ બારડોલી નગર ખાતે શરૂ કરવામા આવ્યું હતુ.

રૂ.૧૨,૪૬,૦૫૬/ નુ દાન શ્રી સુરત પ્રજાપતિ સંઘ, નૈરોબી થી પ્રાપ્ત થયુ હતું. આ દાન સ્વ શ્રી કાનજીભાઇ જગાભાઇ મિસ્ત્રી દ્વારા લેવામા આવ્યુ હતુ.

આધાર-શિલા

૧૭ મી ઓક્ટોબર ૧૯૯૪ ના રોજ, પાયાનો પથ્થર સ્વ શ્રી પરસોત્ત્મભાઇ ક્ડોદ અને છનાભાઇ લાલભાઇ પ્રજાપતિ દ્વારા નાખવામાં આવ્યો હતો.જાતિના સભ્યોની સક્રિય મદદ , સહકાર અને મજબૂત કામ સાથે આ ભવન બનાવવામા આવ્યુ હતું તે સમગ્ર પ્રજાપતિ સમુદાય માટે મહાન ગૌરવની એક બાબત છે.

કૃતજ્ઞતા

આ પ્રજાપતિ સમુદાય એ નેતાઓ અને પ્રજાપતિ સમાજના સક્રિય સભ્યોના કાયમી ઋણી રહેશે. આ પ્રજાપતિ સમાજ તેના સ્થાપક પ્રમુખ શ્રી નારણભાઈ ઠાકોરભાઇ લાડ, સચિવ શ્રી શંકરભાઈ છગનભાઇ મિસ્ત્રી, આસિસ્ટન્ટ સચિવ શ્રી મનહરભાઇ વનમાળીભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિ પ્રમુખ સ્વ શ્રી ગોપાલભાઇ જીવનજીભાઈ મિસ્ત્રી અને શ્રી મોહનભાઈ વિઠ્ઠલભાઇ મિસ્ત્રીના આભારી છે.

પ્રજાપતિ સમાજ એ સ્વ શ્રી ડાહ્યાભાઈ દુર્લભભાઈ પ્રજાપતિ (મઢી), શ્રી મગનભાઇ રણછોડભાઇ મિસ્ત્રી (સરભોન) અને શ્રી વલ્લભભાઈ જેવરભાઇ લાડ (બાજીપુરા) નો સહકાર ક્યારેય નહિ ભૂલશે.

પ્રજાપતિ સમાજ એ અમારા વડાદાતા શ્રી મોહનભાઈ લાલુભાઈ મિસ્ત્રી, પુની (યૂ.કે.)ના નિષ્ઠાવાન આભારી છે. તેમણે રૂ .૪૮૦૦૦૦. નુ દાન કર્યું હતું.શ્રી છગનભાઈ ધનજીભાઈ મિસ્ત્રી, શ્રી કેશવભાઈ બેચરભાઇ મિસ્ત્રી, સેજવાદ (યુકે), શ્રી મણીલાલ રત્નજીભાઈ મિસ્ત્રી, સરભોન (યુકે), શ્રી ઇશ્વરભાઇ નગૈનભાઈ પ્રજાપતિ બુહારી (યુકે), શ્રી પરાગભાઇ રામભાઈ મિસ્ત્રી, કુંભારફલિયા (યુકે), શ્રી નાથુભાઈ નારણભાઈ, શ્રી જગજીવન નરોત્તમભાઈ મિસ્ત્રી સમાજથી ઘણા દૂર છે પણ અમારા હૃદયની નજીક છે.

ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના પ્રમુખ સ્વ શ્રી ગોપાલભાઇ જીવનભાઈ મિસ્ત્રી અને પ્રમુખ સભ્ય શ્રી ભગુભાઇ ચિતુભાઇ મિસ્ત્રી તેમના પોતાના ખર્ચ પર લંડન ગયા અને વિશાળ દાન એકત્રિત કર્યું હતું. તેમના અમે ખુબ આભારી છીયે.

અમે દિલથી શ્રી નટવરભાઇ દયાળજી મિસ્ત્રી (અમદાવાદ), શ્રી પ્રમોદભાઇ લલ્લુભાઈ મિસ્ત્રી (વડોદરા), શ્રી ઠાકોરભાઇ ડાહ્યાભાઈ મિસ્ત્રી (વડોદરા), શ્રી ગણપતભાઈ જીવનભાઈ જરીવાળા (મુંબઇ), શ્રી ગોવિંદભાઇ મિસ્ત્રી (મલાડ), શ્રી નરોત્તમભાઈ સુખભાઈ મિસ્ત્રી (સુરત), શ્રી અમૃતભાઈ ભગાભાઈ મિસ્ત્રી, શ્રી નાગરભાઈ રણછોડભાઇ લાડ (કિમ), શ્રી ઇશ્વરભાઈ ભીખાભાઈ લાડ (બારડોલી)આ બધાએ વાડી માટે ભંડોળ એકત્રિત કરવાના પ્રયાશોને ક્યારેય ભુલીશુ નહી.

પ્રજાપતિ સમાજ પણ મહાન સમર્પણ અને ઉત્સાહ સાથે સેવા કરે છે જેમા નેતાઓનો મહાન ફાળો છે.તેમાના કેટલાક શ્રી બાલુભાઇ પરસોત્તમભાઈ ઈંટવળા (કડોદ), શ્રી મગનભાઇ હીરાભાઈ લાડ(માંડવી), શ્રી દલપતભાઇ નારણભાઈ મિસ્ત્રી(દિગાશ), શ્રી પરાગભાઇ, સોમાભાઇ મિસ્ત્રી (સરભોન), સ્વ શ્રી ઉત્તમભાઈ લાલભાઈ મિસ્ત્રી, શ્રી ભાગુભાઇ છીટુભાઇ મિસ્ત્રી (સેજવાદ), શ્રી ભરતભાઈ ઇશવરભાઇ મિસ્ત્રી (બારડોલી), શ્રી ગોવિંદભાઇ પ્રભુભાઇ પ્રજાપતિ (બારડોલી), શ્રી મગનભાઇ લાલભાઈ પ્રજાપતિ (બારડોલી). શ્રી નવીણચંદ્રા વલ્લભભાઈ લાડ (બારડોલી), શ્રી ભીખુભાઇ ભગાભાઈ ઈંટવળા (બારડોલી), શ્રી છગનભાઈ કુંવર્જીભાઈ મિસ્ત્રી, ધામડોદ (લૂમ્ભા), આર્કિટેક્ટ શ્રી ચંદ્રકાંત પી લાડ, શ્રી મનોજ પી લાડ અને શ્રી ચંદ્રકાંત બાબુભાઇ લાડ (કડોદ).

અમે પણ અમારા માનનીય ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નારણભાઈ ઠાકોરભાઇ લાડ,સમર્પિત ટીમ , સેક્રેટરી અને ટ્રસ્ટીએ શ્રી નવયુગ પ્રજાપતિ સમાજને બનાવામા આપેલ ફાળા માટે હદયથી કૃતજ્ઞતા વ્યક્ત કરીયે છીયે.

અમે શ્રી દિનેશભાઈ કુંવર્જીભાઈ મિસ્ત્રીના આભારી છીયે કે જેમણે ૧૯૯૦ થી ખૂબ જ સારા પ્રયાસો કરી સેવાઓ પ્રદાન કરી.હાલમાં તે અમારી નવી યોજના માટે સમૂહ જાતિ લગ્ન સમિતિના પ્રમુખ અને શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ બારડોલીના ચેરમેન છે.

અંતે,શ્રી બાલુભાઇ પરસોત્તમભાઈ પ્રજાપતિ કે જે સુરત જિલ્લાના પ્રજાપતિ સમાજના પ્રમુખ અને શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ બારડોલીના ચેરમેન છે જેના અમે નિષ્ઠાવાન આભારી છીયે.