શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ, બારડોલીની વાર્ષિક સાધારણ સભા તા. 19-08-2018 ને રવિવારે સવારે 9:30 કલાકે રાખવામાં આવી છે. ભાઇઓ તથા બહેનોને હાજર રહેવા વિનંતી..પ્રમુખશ્રી - દિલીપભાઇ ખુશલભાઇ લાડ

પ્રમુખશ્રીનુ નિવેદન

સર્વ પ્રથમ સમાજના વડીલો ભાઇ-બહેનો મિત્રો બાળકો સર્વને મારા અને નવયુગ પ્રજાપતિ સમાજના નમસ્કાર,જયશ્રી ક્રિષ્ણ, જય સ્વામી નારાયણ,જય પરમાત્મા.

શ્રી નવયુગ પ્રજાપતિ સાંસ્ક્રુતિક ભવનના અનેક ઉતાર ચઢાવ વચ્ચે પચ્ચીસ વર્ષ પુર્ણ કર્યા છે. માજી પ્રમુખશ્રી નારણભાઇ ઠાકોરભાઇ લાડ તથા તેમનુ ટ્રસ્ટી મંડળ અને સમાજના આગેવાનો તથા દાન આપનાર સર્વ કાર્યકરતા મિત્રોના પ્રયત્નથી આપણા સમાજ માટે એક થવાનુ પ્લેટફોર્મ પુરુ પાડયુ છે. સંસ્થાના વિકાસ માટે અમે સતત પ્ર્યત્નશિલ છીયે.અને એટલે જ

એક વર્ષમા વિદ્યાર્થીઓને રહેવા માટે આશ્રમ બનાવી દીધુ છે.આજે ખરેખર આપણા સમગ્ર સમાજનુ ચિત્ર બદલાય રહ્યુ છે. હુ આપણા સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તમારુ ધ્યાન દોરવા માંગુ છુ અને તમારા જરૂરિયાતમંદ ભાઇ બહેનોને દાન આપી મદદ કરવા માટે હૃદયથી વિનંતી કરુ છુ .


   વધુ માહિતી માટે ક્લિક કરો

પ્રવૃત્તિઓ

  1. દર વર્ષે પસંદગી મેલા અને સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવે છે.
  2. નિયમિત રક્ત દાન શિબિરનુ આયોજન કરે છે.
  3. 1996 થી નોંધ પુસ્તકો રાહત ભાવે આપવામાં આવ્યા છે.
  4. નિયમિત ક્રિકેટ પ્રતિયોગિતા અને કારકિર્દી માટે વ્યાવસાયિક તાલીમ અને માર્ગદર્શન આપી અને યુવાનો માટે ઉચ્ચ શિક્ષણનુ આયોજન કરે છે.
  5. મહિલાઓના સશક્તિકરણ માટે પ્રોત્સાહિત કરવા વિવિધ "મહિલા મંડળ" બનાવે છે.
  6. વિધવા માટે અનાજ પેકેટ (ચોખા, ઘઉં, જવાર, મગ, તુવેર દાળ વગેરે) દ્વારા મદદ કરવામા આવે છે.
  7. ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ મેળવવા માટે પ્રશંસાપાત્ર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડે છે.
   વધુ માહિતી માટે ક્લિક કરો